________________
૨૭૭
પીસ્તાલીશ આગમની પૂજા કાંઇ મહેર નજરથી દેખો રે, હો,
રાગીને ઉવેખો રે, હો ૫ રંગ લાગ્યો ચોળ મજીઠ રે, હો૦
નવિ જાયે ડાકણ દીઠ રે; હોવ અમે રાગી થઈને કહેશું રે, હો૦
શુભવીરને ચરણે રહેશું રે. હો૦ ૬
પ્રભુ ચરણે રહેતાં ભજે, જ્ઞાન સુધારસ કંદ; જિનવાણી રસિયા મુનિ, પામે પરમાનંદ. ૧.
ગીત ત્રિશલાનંદન વંદન કીજે, જ્ઞાન અમૃતરસ પીજે રે; છઠ્ઠો ચંદાવિજયપયન્નો, વિનયે વડો મુનિ ધન્નો રે. ત્રિ૦ ૧.
લાગ્યો છે. તે રંગ કુમતિરૂપી ડાકણના જોવાથી પણ જાય એવો નથી. અમે તો આપના રાગી થઇને જે જે મનમાં આવે તે કહીશું અને તે શુભવીર પરમાત્મા ! તમારા ચરણમાં અમે રહીશું. ૬
દુહાનો અર્થ પ્રભુના ચરણે રહેવાથી આત્મા જ્ઞાન સુધારસના મૂળને સેવે છે અને જિનવાણીના રસિયા એવા મુનિ મહાત્માઓ પરમાનંદ-મોક્ષપદને પામે છે. ૧. ' ગીતનો અર્થ- હે ભવ્યાત્મા ! ત્રિશલાનંદન શ્રી વીરપરમાત્માને વંદન કરીએ અને તેમના જ્ઞાનરૂપી અમૃતરસનું પાન કરીએ. છઠ્ઠો ચંદાવિજય (ચંદ્રાવેધક) પડ્યો છે. તેમાં વિનયમાં શ્રેષ્ઠ એવા ધન્નામુનિનો અધિકાર છે. ગુરુનો વિનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org