________________
૨૭૮
શ્રી પૂજા સંગ્રહ સાથે ગુરુવિનયે સુકળાએ વાધે, રાધાવેધ તે સાધે રે; દેવિંદથુઈ પયગ્ન રસિયા, સંથારે મુનિ વસિયા રે. ત્રિ૦ ૨. મરણસમાધિપયન્ને ભાવે, પ્રભુ સાથે લય લાવે રે; મહાપચ્ચકખાણ પયગ્નો ગાવે, પાપ સકળ વોસિરાવે રે. ત્રિ) ૩. ગણિવિજાએ ભાવ ઘણેરા, જાણે મુનિ ગંભીરા રે; સાધે કાર્ય લગનની હોરા શ્રી શુભવીર ચકોરા રે. ત્રિ૦ ૪.
કરવાથી જીવ ઉત્તમ કળાઓ વડે વૃદ્ધિ પામે છે, અને મોક્ષપ્રાપ્તિ રૂપ રાધાવેધને સાધે છે. સંથારામાં રહેલા મુનિ દેવેન્દ્રસ્તુતિ નામના સાતમા પન્નામાં રસિયા હોય છે. (આ પન્નામાં) પરમાત્માની ભક્તિ કરી પોતાનું જીવન સફળ બનાવનાર ઇદ્રો સંબંધી વર્ણન હોય છે. ૧.-૨
આઠમો મરણસમાધિનામે પડ્યો છે. તેની ભાવના કરનારો આત્મા પ્રભુ સાથે લય પામે છે- પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે. નવમો મહાપચ્ચકખાણ નામનો પાયો છે. તે બોલનાર મુનિ સકળ પાપને વોસિરાવે છે. ૩
દશમા ગણિવિજ્જા પન્નામાં ઘણા ભાવો ભર્યા છે. (આમાં જ્યોતિષ મુહૂર્ત આદિની ઉપયોગી માહિતી આપી છે.) તેને ગંભીર સ્વભાવવાળા મુનિઓ જાણે છે-સમજે છે. કાર્યસાધક લગ્નની ઘડી જોઇને કાર્ય કરે છે તેથી કાર્યસિદ્ધિ થાય છે. તેઓ શુભવીર સુંદર પરાક્રમવાળા અને ચકોર-ચાલાક હોય છે. (અહીં કર્તા શ્રી વીરવિજયજી મ0 શ્રીએ શુભવીર શબ્દથી પોતાનું નામ પણ સૂચિત કર્યું છે) ૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org