________________
૨૮૪
શ્રી પૂજા સંગ્રહ સાથે છઠ્ઠી અક્ષત પૂજા
દુહો ચરમ સમય દુષ્પસહ લગે, વરતે શ્રુત અવિચ્છેદ; મૂળ સૂત્ર તેણે ભાખિયાં, તે કહેશું ચઉ ભેદ. ૧.
ઢાળ જિનરાજની પૂજા કીજીએ. (એ આંકણી) જિનપડિમા આગે પ્રભુ રાગે, અક્ષત પૂજા કીજીએ; અક્ષતપદ અભિલાષ ધરીને, આગમનો રસ પીજીએ. જિન૦ ૧. પ્રભુ પડિમા દેખી પ્રતિબદ્ધા, પૂરવથી ઉદ્ધરીજીએ; દશવૈકાલિક દશ અધ્યયને, મનકમુનિ હિત કીજીએ. જિન) ૨.
દુહાનો અર્થ- આ પાંચમા આરાના છેડે શ્રી દુપ્પસહ નામના છેલ્લા આચાર્ય થશે ત્યાં સુધી શ્રી શ્રુત અવિચ્છિન્નપણે વર્તશે તેથી તેને મૂળસૂત્ર કહ્યાં છે. તેના ચાર ભેદ હવે કહીશું.૧
ઢાળનો અર્થ- હે ભવ્યાત્માઓ ! શ્રી જિનરાજની પૂજા કરીએ. જિનરાજની પ્રતિમાની આગળ ભક્તિ રાગપૂર્વક અક્ષતપૂજા કરીએ. અને તે પૂજા વડે અક્ષતપદ-મોક્ષપદનો અભિલાષ કરીને આગમના રસનું શ્રવણ કરવા દ્વારા પાન કરીએ.
જેઓ યજ્ઞસ્તંભની નીચે રાખેલી પ્રભુની પ્રતિમા દેખીને પ્રતિબોધ પામ્યા હતા તે શ્રી શય્યભવસૂરિએ પોતાના પુત્ર બાળમુનિ મનકમુનિનું અલ્પાયુષ જાણી તેના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને જે બનાવ્યું તે દશવૈકાલિક નામનું મૂળસૂત્ર દશ અધ્યયનવાળું છે. ૨
બીજાં ઉત્તરાધ્યયન નામનું આગમ મૂળસૂત્રમાં ગણાય છે. આ સૂત્ર શ્રી વીર પરમાત્માએ ભવને અંતે અપાપાનગરીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org