________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૮૫ ઉત્તરાધ્યયન તે બીજું આગમ, મૂળ સૂત્રમાં ગણીજીએ; અધ્યયનના છત્રીસ રસાળા, સદ્ગુરુ સંગે સુણીજીએ. જિન) ૩. સોળ પ્રહરની દેશના દેતાં, ચતુર ચકોરા રીઝીએ; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, અમૃતનો રસ પીજીએ. જિન૦ ૪.
જ્ઞાન ઉદય કરવા ભણી, તપ કરતા જિન દેવ; જ્ઞાનનિધિ પ્રગટે તદા, સમવસરણ સુર સેવ. ૧
ગીત આગમ છે અવિકારા, જિનંદા ! તેરા આગમ છે અવિકારા. જ્ઞાનજ્યોતિ પ્રગટે ઘટમાંહી, જિમ રવિકિરણ હજારા; જિ0
હસ્તિપાળરાજાની સભામાં સોળ પહોર પર્યત અખંડ દેશના આપતાં કહ્યું છે. તેના સુંદર રસવાળા છત્રીશ અધ્યયનો છે. તેને સદ્ગુરુ પાસે સાંભળવાથી ચતુર મનુષ્યરૂપ ચકોર પક્ષીઓ આનંદ પામે છે. આ રીતે શ્રી શુભવીર જિનેશ્વરના આગમરૂપ અમૃતના રસનું પાન કરીએ.
દુહાનો અર્થ- કેવળજ્ઞાનનો ઉદય કરવા માટે શ્રી તીર્થકર દેવ તપ કરે છે અને જ્યારે કેવળજ્ઞાનરૂપ નિધાન પ્રગટ થાય છે ત્યારે દેવો સમવસરણ રચીને પ્રભુની સેવા કરે છે. ૧.
ગીતનો અર્થ- હે જિસેંદ્ર ! આપનું આગમ અવિકારી છે-દોષ રહિત છે. એ આગમના અભ્યાસથી હજાર કિરણવાળા સૂર્યની જેમ ઘટમાં-આત્મામાં જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી મિથ્યાત્વીઓના દુર્નયથી ભરેલા એકાંતનની પ્રરૂપણા કરનારાં વિકારવાળાં-દોષવાળાં શાસ્ત્રો તગતગતા તારાની જેમ અદશ્ય થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org