________________
૯૪
કળશ
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
ગાયો ગાયો રે શંખેશ્વર સાહેબ ગાયો. જાદવલોકની જરા નિવારી, જિનજી જગત ગવાયો; પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધાયો રે. શંખેશ્વર૦ ૧ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ પાયો; કપૂરવિજય ગુરુ ખીમાવિજય તસ,જસવિજયો મુનિરાયો રે. શંખે૦ ૨ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ ન્હાયો; શ્રી શુભવિજય સુગુરુ સુપસાયે, જયકમળા જગપાયો રે.શંખેશ્વ૨૦૩ રાજનગરમાં રહી ચોમાસું, કુમતિ કુતર્ક હઠાયો; વિજયદેવેન્દ્રસૂરીશ્વર રાજ્ય, એ અધિકાર બનાયો રે, શંખેશ્વર૦ ૪
કળશનો અર્થ- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ગુણોનું મેં ગાન કર્યું. યાદવલોકની જરાનું નિવારણ કરી જે પ્રભુ જગતમાં ગવાયા છે, તેમના પંચકલ્યાણકનો ઉત્સવ કરતાં અમારા ઘરે પણ રંગવધામણાં થયાં છે. ૧.
હવે કર્તા પોતાની ગચ્છપરંપરા વર્ણવે છે. તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય નામે શિષ્ય થયા. તેમના કપૂરવિજય, તેમના ક્ષમાવિજય અને તેમના શિષ્ય મુનિરાજ યશોવિજય થયા. ૨. તેમના શિષ્ય સંવેગપક્ષી ગીતાર્થ શાંતરસ રૂપી અમૃતમાં સ્નાન કરેલા મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના સુપ્રસાદવડે જગતમાં મેં (વીરવિજયે) જયકમળા પ્રાપ્ત કરી. ૩.
Jain Education International
મેં રાજનગરમાં ચોમાસું રહીને કુમતિઓના કુર્તકોને હઠાવ્યા. શ્રી વિજયદેવેંદ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાના અધિકારની રચના કરી. ૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org