SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ૯૩ ગીત ઉત્સવ રંગ વધામણા પ્રભુ પાસને નામે; કલ્યાણક ઉત્સવ કિયો ચઢતે પરિણામે. ૧ શતવર્ષાયુ જીવીને અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં નવિ રાખું ખામી. ૨ સાચી ભગતે સાહિબા રીઝો એક વેળા; શ્રી શુભવીર હુવે તદા મનવાંછિત મેળા. ૩ કાવ્ય તથા મંત્ર ભોગી દાલોકનોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ ૧. ૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનું યજામહે સ્વાહા. ગીતનો અર્થ- શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી સર્વત્ર ઉત્સવ, રંગ અને વધામણાં થાય છે. એમના પાંચે કલ્યાણકોનો મહોત્સવ ઈદ્ર વગેરેએ ચઢતા પરિણામે કર્યો છે. ૧. - સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અક્ષયસુખ-મોક્ષસુખ પામ્યા છે. હે પ્રભુ ! તમારા ચરણની સેવા-ભક્તિ કરવામાં હું ખામી રાખતો નથી. ૨. હે સાહેબ ! સાચી ભક્તિથી તમો એકવાર પણ મારા ઉપર પ્રસન્ન થાઓ કે જેથી શુભવીરને અને મારે મનોવાંછિતનો મેળો મળે. અર્થાત્ વાંછિતની પ્રાપ્તિ થાય. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy