________________
૯૨
શ્રી પૂજા સંગ્રહ સાથે શોભાવી ધરી શિબિકા મન,
વાજીંત્ર ને નાટક ગીત; મનડુંo ચંદનચય પરજાળતા મન,
સુરભક્તિ શોક સહિત. મનડું- ૯ શૂભ કરે તે ઉપરે મન
દાઢાદિક સ્વર્ગે સેવ; મનડું ભાવ ઉદ્યોત ગયે થકે મન
દિવાળી કરતા દેવ. મનડું ૧૦ નંદીશ્વર ઊત્સવ કરે મન
કલ્યાણક મોક્ષાનંદ; મનડુંo વર્ષ અઢીસે આંતરું મન
શુભવીર ને પાશ્વજિણંદ. મનડું ૧૧ એ પ્રમાણે શણગારેલી શિબિકામાં પધરાવે છે, વાજીંત્ર, નાટક અને ગીતગાન ચાલે છે. પછી પ્રભુના શરીરને શિબિકામાંથી ઉતારીને ચંદનની રચેલી ચયમાં પધરાવી અગ્નિસંસ્કાર કરે છે. આ બધી ભક્તિ ઇંદ્રાદિક દેવો શોક સહિત કરે છે. ૯.
પ્રભુની ચિતાના સ્થાને ઇંદ્ર સૂપ કરાવે છે, અને પોતપોતાના કલ્પ પ્રમાણે દાઢા-દાંત વગેરે ઇંદ્રાદિક દેવો પોતાના સ્થાને લઈ જઈ સેવા-પૂજા કરે છે. પ્રભુના નિર્વાણ વખતે ભાવ ઉદ્યોત જવાથી દેવો દીવા કરવા વડે દ્રવ્ય ઉદ્યોત કરે છે. ૧૦.
ઇંદ્રાદિક દેવો ત્યાંથી નંદીશ્વરદ્વીપે જાય છે અને મોક્ષ કલ્યાણક નિમિત્તે અઢાઈ મહોત્સવ કરે છે. શુભકારી વીર પરમાત્માના અને પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ વચ્ચે અઢીસો વર્ષનું આંતરું છે. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org