________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
૯૧ સમેતશિખરગિરિ આવીયા મન
ચડતા શિવઘર સોપાન. મનડું) ૫ શ્રાવણ શુદિ આઠમ દિને માનવ
વિશાખાએ જગદીશ; મનડુંo અણસણ કરી એક માસનું મનO
સાથે મુનિવર તેત્રીશ. મનડું ૬ કાઉસ્સગ્નમાં મુક્તિ વર્યા મન,
સુખ પામ્યા સાદિ અનંત; મનડું એક સમય સમ શ્રેણિથી મન૦
નિકર્મા ચઉ દષ્ટાંત. મનડું) ૭ સુરપતિ સઘળા તિહાં મળે મન૦
ક્ષીરોદધિ આણે નીર; મનડુંo સ્નાન વિલેપન ભૂષણે મન,
દેવદૂષ્ય સ્વામી શરીર, મનડું) ૮ પછી તેત્રીશ મુનિઓ સાથે એક માસનું અણસણ કરી શ્રાવણ સુદ-૮ને દિવસે વિશાખાનક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે છતે કાયોત્સર્ગમુદ્રામાં પ્રભુ મુક્તિ વર્યા. અને સદિ અનંત સ્થિતિવાળું સુખ પામ્યા. એક સમયમાં સમશ્રેણિથી જ કર્મરહિત જીવ ચાર દૃષ્ટાંતે (૧. પૂર્વ પ્રયોગ, ૨. ગતિપરિણામ, ૩. બંધનછેદ, અને ૪. અસંગે) મોક્ષમાં જાય છે. ૬-૭.
પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સર્વ ઈદ્રો ત્યાં ભેગા થાય છે. ક્ષીરસમુદ્ર વગેરેના પાણી લાવે છે, તે જળવડે સ્વામીના અને નિર્વાણ પામેલ મુનિઓના શરીરને સ્નાન કરાવી, વિલેપન કરી વસ્ત્રાભૂષણે શણગારે છે. પ્રભુના શરીરને દેવદૂષ્યવડે શોભાવે છે. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org