________________
૨ ૧૫
નવપદજીની પૂજા
નવમ શ્રી તપપદ પૂજા કમ્મદુમોમૂલણ-કુંજરમ્સ, નમો નમો તિવ્રતવોરિસ્સ.
*ઇય નવપયસિદ્ધ, લદ્ધિવિજ્જા-સદ્ધિ, પડિય-સર-વર્ગે, હું તિરેહા-સમગ્ગ; દિસિવઈ-સુર-સાર, ખોણિપીઢાવયા,
તિજય-વિજય-ચક્ક, સિદ્ધચ નમામિ. ૧. ત્રિકાલિકપણે કર્મ કષાય ટાળે, નિકાચિતપણે બાંધીયાં તેહ બાળે; કહ્યું તેહ તપ બાહ્ય અંતર દુ ભેદે, ક્ષમાયુક્ત નિર્દેતુ દુર્થાન છેદે.૧.
કાવ્યર્થ - કર્મરૂપ વૃક્ષને ઉખેડવાને હાથી સમાન તીવ્ર તપ સમુદાય (બળ)ને વારંવાર નમસ્કાર હો.
વૃત્તાર્થ - આ નવપદો લબ્ધિ અને વિદ્યાદેવીઓથી સમૃદ્ધ છે. સ્વર અને વ્યંજન વર્ગો જેમાં પ્રગટપણે છે. હૂ ની ત્રણ રેખાઓ જેની આસપાસ છે, દશ દિપાળ અને શાસનદેવ-દેવીઓના નામોથી સારભૂત છે, પૃથ્વીતળ ઉપર જેનું આલેખન થઈ શકે છે તે ત્રણે જગતનો વિજય કરવામાં ચક્ર સમાન સિદ્ધચક્રને હું નમસ્કાર કરું છું..
વૃત્તાર્થ - ત્રણે કાળમાં કર્મો અને કષાયોને દૂર કરે છે, તેમજ નિકાચિતપણે જે કર્મો બાંધ્યાં હોય તેને પણ બાળે છે, તે તપ બાહ્ય અને અભ્યતર બે પ્રકારે કહેલું છે. તે ક્ષમાવાળું અને વાંચ્છના રહિત હોય તો અશુભ ધ્યાનને છેદી શકે છે. ૧. *ઇતિ નવ પદ સિદ્ધ લબ્ધિવિદ્યાસમૃદ્ધ, પ્રકટિતસ્વરવર્ગ હીંત્રિરેખા સમગ્ર, દિશિ પતિસુરસાર ક્ષણીપીઠાવતાર, ત્રિજગદ્વિજયચક્ર સિદ્ધચક્ર નમામિ ”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org