SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી પૂજા સંગ્રહ સાથે દશ ડગલાં પૂંઠે જાવે, મુનિદાને જે નવિ આવે; વ્રતધારી તે નવિ ખાવે રે. શ્રાવક૦ ૪. મુનિ અછતે જમે દિશિ દેખી, પોસહપારણે વિધિ ભાખી; ધર્મદાસગણિ છે સાખી રે. શ્રાવક0 પ. એકાદશ પડિમા વહિયા, સુર ઉપસર્ગે નવિ પડિયા; કામદેવ પ્રભુમુખ ચડિયા રે. શ્રાવક૦ ૬. ગુણકરશેઠ ગયા મુગતે, હું પણ પાળું એ યુગતે; શ્રી શુભવીર પ્રભુ ભગતે રે. શ્રાવક૦ ૭. પોતાને ત્યાં લાવે, મુનિને બેસવા માટે આસન સ્થાપે અને પોતાના હાથે ભાવપૂર્વક મુનિને પ્રતિલાલે-વહોરાવે. ૩ મુનિ વહોરીને જાય ત્યારે દશ ડગલાં તેમની પાછળ જાય, મુનિદાનમાં જે વસ્તુ ન આવે તે અતિથિસંવિભાગ વ્રત કરનાર શ્રાવક ખાય નહીં. ૪ મુનિની જોગવાઈ ન હોય તો દિશિ જોઈને મુનિ આવી ચડે તો ઠીક એમ ઇચ્છીને પોતે એકાસણું કરે. આ ઉપર કહેલ વિધિ પૌષધના પારણે કરવાનો છે તેના સાક્ષી ધર્મદાસ ગણિ છે. (તેમણે ઉપદેશમાળામાં આ વિધિ બતાવી છે). ૫ શ્રાવકની અગિયાર પ્રતિમાને ધારણ કરનારા અને જે દેવના કરેલા ઉપસર્ગોથી પણ ચલાયમાન થયા નથી તે કામદેવ વગેરે શ્રાવકો પ્રભુને મુખે ચડ્યા છે. તેઓની પ્રશંસા પ્રભુએ કરી છે. ૬ આ વ્રતનું પાલન કરીને ગુણકર શેઠ મોક્ષે ગયા છે. શ્રી શુભવીર પ્રભુની ભક્તિપૂર્વક હું પણ આ વ્રત વિધિપૂર્વક પાળું. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy