________________
બારવ્રતની પૂજા
૧૭૩
દ્વાદશવ્રતે તેરમી ફળપૂજા
દુહો અતિથિ કહ્યા અણગારને, સંવિભાગવ્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગો ફળ પ્રભુ પાસ. ૧.
ઢાળ ઉત્તમ ફળપૂજા કીજે, મુનિને દાન સદા દીજે, બારમે વ્રત લાહો લીજે રે, શ્રાવકવ્રત સુરતરુ ફળીઓ; મનમોહન મેળો મળીયો રે. શ્રાવક૦ ૧. દેશ કાળ શ્રદ્ધા ક્રમીએ, ઉત્તરપારણે દાન દીએ; તેહમાં પણ નવિ અતિચારીએ રે. શ્રાવકo ૨. વિનંતિ કરી મુનિને લાવે, મુનિબેસણ આસન ઠાવે; પડિલાભે પોતે ભાવે રે. શ્રાવક0 ૩.
દુહાનો અર્થ- અણગારને-મુનિરાજને અતિથિ કહ્યા છે. તેઓને સંવિભાગ-દાન દેવું તે બારમું અતિથિસંવિભાગ વ્રત છે. તેને માટે તેરમી ફળપૂજા કરીને પ્રભુની પાસે મોક્ષરૂપ ફળ માગો. ૧.
ઢાળનો અર્થ- ઉત્તમ એવા ફળો મૂકી ફળપૂજા કરીએ. મુનિરાજને હંમેશાં દાન આપીએ. આ રીતે બારમા વ્રતનો લાભ લઇએ. આ રીતે વ્રતોને ધારણ કરવાથી શ્રાવકવ્રતરૂપ કલ્પવૃક્ષ ફળ્યો. જેથી હે મનમોહન પ્રભુ ! તમારો મેળો મને મળ્યો છે. ૧.
દેશકાળ જોઈને શ્રદ્ધાપૂર્વક તેના ક્રમથી તપસ્યાના પારણે મુનિને દાન દેવું અને તેના પાંચ અતિચાર છે તે લગાડવા નહિ. ૨
અતિથિસંવિભાગ કરનાર શ્રાવક વિનંતિ કરીને મુનિરાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org