SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ બારવ્રતની પૂજા કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતા સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય યજામહે સ્વાહા. સર્વોપરિ ગીત વિરતિપણે હું વિનવું, પ્રભુ અમ ઘર આવો; સેવકસ્વામીના ભાવથી, નથી કોઇનો દાવો. વિરતિ ૧. લીલવિલાસી મુક્તિના, મુજ તેહ દેખાવો; મનમેળો મેળી કરી, ફોગટ લલચાવો. ૨. રંગરસીલા રીઝીને, ત્રિશલાસુત આવો; થાય સેવક તુમ આવતે, ચૌદ રાજમાં ચાવો. ૩. ગીતનો અર્થ- હે પ્રભુ! હું વિરતિ ધારણ કરી આપને વિનવું છું કે – આપ મારા ઘરે-મારા અંતરમાં પધારો. મારો અને તમારો સેવક- સ્વામીપણાનો સંબંધ છે. તેમાં બીજા કોઈનો વચ્ચે દાવો નથી. ૧. મુક્તિની મોજનો વિલાસ કરનારા પ્રભુ ! એકવાર મનમેળો કરીને મને તે સુખ બતાવો. હવે ફોગટ શા માટે લલચાવો છો ? ૨ હે આનંદના રસીયાત્રિશલાપુત્ર!મારા પર ખુશ થઈને મારે ત્યાં આવો.આપ મારે ત્યાં પધારવાથી આ સેવચૌદ રાજલોકમાં પ્રસિદ્ધ થશે.૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy