________________
પંડિત શ્રી વીરવિજયજી મ. કત
બારવ્રતની પૂજા
બારવ્રતની પૂજાની વિધિ આ પૂજામાં કુલ ૧૩ પૂજાઓ છે. પ્રથમ પૂજા સમ્યકત્વની અને શેષ બાર પૂજા બાર વ્રતની, એમ મળીને કુલ ૧૩ પૂજા છે. તેમાં શ્રાવકના ૧૨૪ અતિચારોની આલોચના કરવાની છે. જે દરેક પૂજામાં જણાવવામાં આવ્યું છે. અષ્ટપ્રકારી પૂજાના આઠ સાધનો ઉપરાંત (૧) વાસક્ષેપ, (૨) પુષ્પમાળા, (૩) ધ્વજા, (૪) દર્પણ. અને (૫) અષ્ટમંગળ. આ પાંચ વસ્તુઓ વધારે લાવવી. દરેક પૂજા વખતે તે પૂજા જેની હોય તે વસ્તુ લઈને પ્રભુ પાસે ઉભા રહેવું. અને તે તે પૂજા ભણાવાઇ જાય અને થાળી વાગે ત્યારે તે તેદ્રવ્યથી પ્રભુની પૂજા કરવી. (૧) પ્રથમ પૂજા પૂરી થાય ત્યારે પ્રભુનો જલાભિષેક કરવો. પછી અંગલુછણાં કરી. (૨) બીજી પૂજાના અંતે કેસર પૂજા કરવી. (૩) ત્રીજી પૂજાના અંતે વાસક્ષેપ પૂજા કરવી. (૪) ચોથી પૂજાના અંતે પુષ્પમાલા ચડાવવી. (૫) પાંચમી પૂજાના અંતે દીપ, (૬) છઠ્ઠી પૂજાના અંતે ધૂપ. (૭) સાતમી પૂજાના અંતે ફૂલો ચડાવવાં. (૮) આઠમી પૂજાના અંતે અષ્ટમંગળ ધરવાં. (૯) નવમી પૂજાના અંતે અક્ષત ધરી સાથીઓ કરવો. (૧૦) દસમી પૂજાના અંતે દર્પણ ધરવું. (૧૧) અગ્યારમી પૂજાના અંતે નૈવેદ્ય ધરવું. (૧૨) બારમી પૂજામાં | ધ્વજ મૂકવો અને (૧૩) તેરમી પૂજાના અંતે ફળ મૂકવું. પૂજા સંપૂર્ણ થાય ત્યારે લુણઉતારણ-આરતી મંગળદીવો કરી શાંતિ કળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org