________________
૧૩૦
શ્રી પૂજા સંગ્રહ સાર્થ તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય પાયો; કપૂરવિજય ગુરુ ખીમાવિજય તસ, જસવિજયો મુનિરાયો રે.
વિO શ્રી શુભવિજય સુગુરુ સુપસાયે, શ્રુતચિંતામણિ પાયો; વિજયદેવેંદ્રસૂરીશ્વરરાયે, પૂજાઅધિકાર રચાયો રે. વિ૦ ૫ પૂજા નવાણું પ્રકાર રચાવો, ગાવો એ ગિરિરાયો; વિધિયોગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હઠાયો રે. વિ૦ ૬ વેદ વસુ ગજચંદ્ર (૧૮૮૪) સંવત્સર, ચૈત્રી પુનમ દિન ગાયો; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, આતમ આપ ઠરાયો રે. વિ૭
હેમાભાઈ શેઠના હુકમથી અહીં મુનિમ તરીકે રહેલા મોતીચંદ મલકચંદના રાજ્યમાં આ પૂજાની રચના કરી સર્વ સંઘને હર્ષિત કર્યો. ૩.
- તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી સત્યવિજય પંન્યાસે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂરવિજયજી તેમના શિષ્ય ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય જસવિજય થયા. તેમના શિષ્ય શ્રી શુભવિજયજી થયા કે જે મારા સુગુરુ છે, તેમના સુપસાયથી-મહેરબાનીથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિ રત્ન પામ્યો. તેથી શ્રી વિજયદેવેંદ્રસૂરિજીના રાજ્યમાં આ પૂજાનો અધિકાર મેં રચ્યો. ૪-૫.
હે ભવ્યાત્માઓ! આ તીર્થે આવી ૯૯ પ્રકારી પૂજા રચાવો અને આ ગિરિરાજના ગુણગાન કરો. આ કાર્યમાં વિધિયોગ બરાબર હોય તો પૂર્ણફળની પ્રાપ્તિ થાય અને હઠવાદનો નાશ થાય. ૬.
સંવત ૧૮૮૪ના વર્ષમાં ચૈત્રી પુનમના દિવસે આ પૂજા ગાઈ છે-બનાવી છે. પંડિત વીરવિજયજીએ પ્રભુના ધ્યાનવડ પોતાના આત્માને આત્મભાવમાં સ્થિર કર્યો. ૭.
ઇતિ શ્રી શત્રુંજયમહિમાગર્ભિત નવાણું પ્રકારી પૂજા સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org