________________
શ્રી નવાણુંપ્રકારી પૂજા
કાવ્ય તથા મંત્ર
ગિરિવર વિમલાચલનામકે, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિવિત્રતમ્;
હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનં,
વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
૧૨૯
કળશ
(રાગ ધનાશ્રી)
ગાયો ગાયો રે વિમલાચલ તીરથ ગાયો; પર્વતમાં જેમ મેરુ મહીધર, મુનિમંડળ જિનરાયો, તરુગણમાં જેમ કલ્પતરુ વર, તેમ એ તીરથ સવાયો રે. વિ૦ ૧ યાત્રા નવાણું અમે ઈહાં કીધી, રંગ તરંગ ભરાયો; તીરથગુણ મુક્તાફળમાળા, સંઘને કંઠે ઠવાયો રે. વિ૦૨ શેઠ હેમાભાઈ હુકમ લઇને, પાલીતાણા શિર ઠાયો; મોતીચંદ મલુકચંદ રાજ્યે, સંઘ સકળ હરખાયો રે. વિ૦ ૩
કળશનો અર્થ- મેં વિમળાચળ તીર્થના ગુણો ગાયા. એ તીર્થ કેવું છે ? પર્વતોમાં જેમ મેરુપર્વત, મુનિમંડળમાં જેમ જિનેશ્વર, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ શ્રેષ્ઠ ગણાય છે, તેમ આ તીર્થ સર્વતીર્થોમાં સવાયું છે. ૧.
2
કર્તા કહે છે કે- અમે આનંદના તરંગથી ભરપૂરપણે આ તીર્થની નવાણું યાત્રા કરી, તે વખતે તીર્થના ગુણોરૂપી મોતીઓની માળા આ નવાણું પ્રકારી પૂજારૂપે બનાવીને સંઘના કંઠમાં સ્થાપન કરી. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org