________________
૧૨૮
શ્રી પૂજા સંગ્રહ સાર્થ પૂર્વ નવાણું નાથજી ઈહાં આવ્યા, સાધુ કઈ મોક્ષે સિધાવ્યા; શ્રાવક પણ સિદ્ધિ સુહાયા, જપતાં ગિરિનામ. તીરથની ૪ અષ્ટોત્તર શતફૂટ એ ગિરિ ઠામે, સૌંદર્ય યશોધર નામે; પ્રીતિમંડળ કામુકકામે, વળી સહજાનંદ. તીરથની ૫ મહેંદ્રધ્વજ સર્વાર્થ સિદ્ધ કહીએ, પ્રિયંકર નામ એ લહીએ; ગિરિ શીતળ છાંયે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન. તીરથનીઓ પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવનો લાહો લીજે; વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ. તીરથની. ૭ સેવનફળ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાળા; શુભવીર વિનોદ વિશાળા, મંગળ શિવમાળ. તીરથની ૮
સાધુઓ મોક્ષે ગયા છે. ગિરિના નામનો જાપ કરવાથી અનેક શ્રાવકો પણ મુક્તિસુખ પામ્યા છે. ૪.
હવે આ તીર્થના અગિયારમાં નવ નામ કહે છે:- આ તીર્થના એકસો આઠ શિખર હોવાથી ૯૧. અષ્ટોત્તરશતકૂટ, ૯૨. સૌંદર્ય, ૯૩. યશોધર,૯૪.પ્રીતિમંડણ,૯૫. કામુક કામ,૯૬.સહજાનંદ,૯૭.મહેંદ્રધ્વજ, ૯૮.સર્વાર્થસિદ્ધ,અને૯૯. પ્રિયંકર આનામોદરરોજલહીએ,ગિરિરાજની શીતળ છાયામાં રહીએ. અને હંમેશાં ગિરિનું ધ્યાન ધરીએ. પ-૬.
આ પ્રમાણે નવાણું પ્રકારની પૂજા કરીએ. મનુષ્યજન્મનો લાભ લઇએ, સુપાત્રે દાન આપીએ. આ બધું ચઢતા પરિણામે કરીએ. ૭.
આ તીર્થની સેવા કરવાથી સંસારમાં જીવ આનંદ કરે, સુંદર સ્ત્રી, પુષ્કળ ધન અને સુંદર બાળકોની પ્રાપ્તિ થાય. શ્રી શુભવિજયજીના શિષ્ય, કર્તા ૫. વીરવિજયજી મહારાજ કહે છે, કે- વિશાળ એવા વિનોદને પામે અને છેવટે મંગળકારી શિવસુંદરીની વરમાળા ધારણ કરે-મોક્ષ પામે. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org