________________
૧૫૯
બારવ્રતની પૂજા છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લોલ,
કેશ કંટક જૂનો વિકાર જો; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લોલ,
કરો રાત્રિભોજન ચોવિહાર જો. મુને) ૫. ગાડાં વહેલ વેચે ભાડાં કરે રે લોલ,
અંગારકરમ વનકર્મ જો; સરકૂપ ઉપલ ખણતાં થકાં રે લોલ, • નવિ રહે શ્રાવકનો ધર્મ જો. મુને૦ ૬. વિષ શસ્ત્ર વેપાર દાંત લાખનો રે લોલ,
રસ કેશ નિલંછન કર્મ જો; શુક મેના ન પાળીયે પાંજરે રે લોલ,
વનદાહ દહે શિવશર્મ જો. મુનેo ૭.
વળી, રાત્રિભોજન કરનારને રાક્ષસ, વ્યંતર અને ભૂતો પણ કેટલીકવાર છેતરે છે. ખાવાના પદાર્થમાં કેશ, કાંટો કે જા આવી જાય તો તે જાદી જાદી જાતના વિકાર કરે છે. ત્રણ મિત્રના ચરિત્રને સાંભળી રાત્રિ-ભોજનનો ત્યાગ કરી ચોવિહાર (ચારે આહારનો ત્યાગ) કરવો.૫
હવે પંદર કર્માદાન કહે છે-ગાડાં, વહેલ વગેરે વેચે, ભાડાં કરે, અંગારકર્મ કરે, વનકર્મ કરે, સરોવર, કૂવા અને પત્થરની ખાણ ખોદવા. ખોદાવવાથી શ્રાવકનો ધર્મ રહી શકે નહીં. ૬
વિષ, શસ્ત્ર, દાંત (પશુઓના અંગોપાંગ) લાખ, રસ તેમજ કેશ (વાળ)નો વ્યાપાર ન કરવો, નિર્લાઇનકર્મ ન કરવા. શોખની ખાતર પોપટ, મેના વગેરેને પાંજરાના બંધનમાં રાખીને ન પાળવા, વનમાં દાવાનળ મૂકાવવાથી આ જીવ મોક્ષસુખને બાળી નાંખે છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org