________________
૨૪૨
શ્રી પૂજા સંગ્રહ સાર્થ પંચમવિઘનકો ખય ઉપશમસે, હોવત હમ નહીં લીન દેવ - પાંગળ બળહીના દુનિયામેં, વીરો સાળવી દીન. દેo ૨. હરિબળ ચક્રી શક ર્યું બળિયે, નિર્બળકુળ અવતાર; દેવે બાહુબળી બળ અક્ષય કીનો, ધન ધન વાલીકુમાર. દેo ૩. સફળ ભયો નરજન્મ હમેરો, દેખત જિનદેદાર; દે૦ લોહચમક જ્યે ભગતિસે હળિયે, પારસ સાંઈ વિચાર. દેo ૪. કિરયુગલ વ્રીહિ ચંચમું ધરતે, જિનપૂજત ભયે દેવ, દેવ અક્ષતસે અક્ષયપદ દવે, શ્રી શુભવીરકી સેવ. દેવ ૫
આ પાંચમી અંતરાયકર્મની પ્રકૃતિના ક્ષયોપશમથી અમે ખુશી થઈએ એમ નથી. પણ ક્ષાયિક ભાવ ઇચ્છીએ છીએ. એ કર્મના ઉદયથી જગતમાં પાંગળા-લુલા અને બળહીન પ્રાણી થાય છે. વીરો સાળવી પણ એના ઉદયથી જ દીન થયો.
વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી અને ઈદ્ર જેવા બળવાન આત્મા પણ આ પ્રકૃતિના ઉદયથી નિર્બળ કુળમાં જન્મે છે. આ પ્રકૃતિના દઢ ક્ષયોપશમથી બાહુબળી અક્ષયબળવાળા થયા છે. અને અતિ બળવાળા વાલીકુમારને પણ ધન્ય છે. ૩.
હે પ્રભુ ! આપના દર્શન થવાથી અમારો મનુષ્યજન્મ સફળ થયો. હવે સાંઇ-પરમાત્મા એવા આપની સાથે ભક્તિથી પારસમણિ અને લોહચમકની જેમ હળી-મળી જવા ઇચ્છીએ છીએ. ૪.
પોપટનું યુગલ ચાંચમાં વ્રીહિ (ચોખા) લાવીને પ્રભુની પાસે ધરવાથી-જિનપૂજન કરવાથી દેવ થયા. શ્રી શુભવીર પ્રભુની અક્ષતવડે પૂજા કરવાથી, તે પરમાત્મા અક્ષયપદ-મોક્ષપદને આપે છે. ૫..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org