________________
૨૪૩
અંતરાય કર્મ નિવારણ પૂજા
કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેક્ષતશર્મનિદાનક, ગણિવરસ્ય પુરોક્ષતમંડલમ્ ક્ષતવિનિર્મિતદેહનિવારણ, ભવપયોધિસમુદ્ધરણોદ્યતન્. ૧. સહજભાવસુનિર્મલiડુલૈ-ર્વિપુલદોષવિશોધકમંગલે ; અનુપરોધસુબોધવિધાયકં, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉપભોગવંતરાયોચ્છેદનાય અક્ષત યજામહે સ્વાહા.
કાવ્ય તથા મંત્રનો અર્થ - ગણિવર એટલે અરિહંતની પાસે કરેલું અક્ષતોનું મંડલ પૃથ્વીતલ ઉપર અક્ષતસુખનું કારણ છે. ક્ષત એટલે નાશવંત એવાં કર્મો વડે બનાવેલા દેહનું નાશ કરનારું અને સંસાર સમુદ્રથી ઉધ્ધાર કરવામાં ઉદ્યમશીલ છે. ૧.
અટકાયત વિના ઉત્તમ બોધન કરનાર સહજ સિધ્ધના તેજનેજ્ઞાનને હું મોટા દોષને શુધ્ધ કરનાર મંગલરૂપ સ્વાભાવિક અધ્યવસાય રૂપ નિર્મળ અક્ષતવડે પૂછું છું. ૨
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનારા શ્રી વીરજિનેન્દ્રને વર્યાન્તરાય કર્મના વિચ્છેદ માટે અમે અક્ષત વડે પૂજીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org