________________
૨૪૪
શ્રી પૂજા સંગ્રહ સાથે
સાતમી નૈવેદ્ય-પૂજા
દુહા નિર્વેદી આગળ ઠવો, શુચિરૈવેદ્યનો થાળ; વિવિધ જાતિ પકવાનશું, શાળિ અમૂલક દાળ. ૧. અણાહારી પદ મેં કર્યા, વિગ્રહગઇએ અનંત; દૂર કરો ઇમ કીજીએ, દીઓ અણાહારી ભદંત. ૨.
ઢાળ અખિયનમેં અવિકારા નિણંદા ! તેરી અખિયનમેં અવિકારા. રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા; જિ0 શાંત રૂચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહારા. જિ૦ ૧.
દુહાઓનો અર્થ - નિર્વેદી એવા પરમાત્માની આગળ પવિત્ર એવા નૈવેદ્યનો થાળ-વિવિધ પ્રકારના પકવાનો, ચોખા અને અમૂલ્ય એવી દાળ વગેરે રસવતીથી ભરેલો ધરીએ. ૧.
પછી એમ કહીએ કે હે પ્રભુ ! મેં વિગ્રહગતિમાં તો અણાહારીપદ અનંતીવાર પ્રાપ્ત કર્યા છે, પણ તેવા અણાહારીપદને દૂર કરીને હે ભગવંત ! કાયમનું અણાહારીપદ જે મોક્ષમાં છે, તે મને આપો. ૨
ઢાળનો અર્થ - હે જિસેંદ્ર ! તમારી આંખમાં અવિકારીપણું છે. સંસારી જીવો રાગ-દ્વેષના પરમાણુઓથી વ્યાપ્ત છે તેથી સવિકારી છે. તમારી મુદ્રા શાંત રૂચિવાળા પરમાણુઓથી બનેલી છે, તેથી અત્યંત મનોહર છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org