________________
૨૪૧
અંતરાય કર્મ નિવારણ પૂજા
છઠ્ઠી અક્ષત પૂજા
વીર્યવિઘન ઘન પડળમેં, અવરાણું રવિતેજ; કાળ ગ્રીષ્મ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧. અક્ષત શુદ્ધ અખંડશું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ વહી, યુણિયે જગતદયાળ. ૨
ઢાળ જિગંદા પ્યારા મુણદા પ્યારા, દેખોરે જિર્ણોદા ભગવાન, દેખોરે જિગંદા પ્યારા, (એ આંકણી) ચરમપયડીકો મૂલ વિખરિયાં, ચરમતીરથ સુલતાન; દે૦ દરશન દેખત મગન ભયે હૈ, માગત ક્ષાયિક દાન. દે૦ ૧.
દુહાનો અર્થ ઃ વીર્યંતરાયરૂપ વાદળાના પડળમાં આત્મારૂપ સૂર્યનું તેજ ઢંકાઈ ગયું છે. તે ગ્રીષ્મકાળ સરખા વિશેષ તેજવાળા જ્ઞાનનો ઉદય થવાથી આત્મા તેજવાળો થાય છે અને દીપી નીકળે છે. ૧.
શુદ્ધ અને અખંડ અક્ષતવડે વિશાળ નંદાવર્ત સ્વસ્તિક પૂરી, પ્રભુની સ્તુતિ કરીએ. ૨
ઢાળનો અર્થ - સામાન્ય કેવળી (જિન)માં ઇંદ્ર સમાન અને મુનિઓમાં ઇંદ્ર સમાન પ્યારા શ્રી જિનેંદ્રભગવાનને જુઓ. હે પ્રભુ! આપ અંતરાયકર્મની છેલ્લી પ્રકૃતિ વયતરાયને મૂલમાંથી ઉખેડી તમે છેલ્લા તીર્થના રાજા થયા છો. આપનાં દર્શન કરી અમે હર્ષમાં મગ્ન થયા છીએ. અને આપની પાસે ક્ષાયિકભાવના વીર્યગુણનું દાન માગીએ છીએ. ૧.
૧૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org