________________
શ્રી નવાણુપ્રકારી પૂજા
૧૭
ઢાળ
અને હાં રે હાલો વસે વિમળાચળે રે,
જિહાં હુઆ ઉદ્ધાર અનંત; વ્હાલો૦ અને હાં રે વ્હાલાથી નહી વેગળા રે,
મુને વહાલો સુનંદાનો કંત. વહાલો૦ ૧ અનેહાં રે આ અવસર્પિણી કાળમાં રે,
કરે ભરત પ્રથમ ઉદ્ધાર; વ્હાલો૦ અને હાં રે બીજો ઉદ્ધાર પાટ આઠમે રે,
કરે દંડવીર ભૂપાળ. વ્હાલો૦ ૨ અનેહાં રે સીમંધર વયણાં સુણી રે,
- ત્રીજો કરે ઇશારેંદ્ર; વ્હાલો૦ અને હાં રે સાગર એક કોડી અંતરે રે,
ચોથો ઉદ્ધાર માહેંદ્ર. વ્હાલો૦ ૩ ઢાળનો અર્થ- વ્હાલા પ્રભુજી વિમળાચળ તીર્થ પર વસે છે, જ્યાં અનંતા ઉદ્ધાર થયેલા છે. અમે વ્હાલાથી વેગળા નથી, સુનંદાના કત-ઋષભદેવ પ્રભુ મને વ્હાલા છે. ૨.
આ અવસર્પિણીકાળમાં ત્રીજા આરાને છેડે) ભરત ચક્રવર્તીએ પ્રથમ ઉદ્ધાર કર્યો. બીજો ઉદ્ધાર ભરત રાજાની આઠમી પાટે થયેલ દંડવીર્ય રાજાએ કર્યો. ૨.
શ્રી સીમંધરસ્વામીના વચન (ઉપદેશ) સાંભળી ઇશાને ત્રીજો ઉદ્ધાર કર્યો. ત્યારપછી એક ક્રોડ સાગરોપમે ચોથા દેવ ઈન્દ્ર માહેંદ્ર ચોથો ઉદ્ધાર કર્યો. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org