________________
પીસ્તાલીશ આગમની પૂજા
પૂજા ભણાવતી વખતે તથા ભાવના આદિમાં બોલવા યોગ્ય દુહાઓ તથા પદ્યો
(૧)
આજ મારા દહેરાસરમાં, મોતીડે મેહ વરસ્યા રે; મુખડું દેખી પ્રભુ તમારૂં, હૈયાં સૌના હરખ્યાં રે. આજ૦ ઝગમગ ઝગમગ જ્યોતિ ઝળકે, વરસે અમીરસ ધારા રે; રૂપ અનુપમ નિરખી વિકસે, અંતરભાવ અમારા રે. આજ૦ વીર પ્રભુની માયામાંથી, ભક્તિ કેરા રંગ ઝમાયા; ચરણકમળની સેવા પામી, ભક્તે પ્રભુ ગુણ ગાયા રે. આજ૦ ભવ અનંતનો બંધ જ તૂટ્યો, ભ્રમણા ભાંગી ગઈ; વિજય વર્ષો શિવપુરને પંથે, મતલબ પૂરી થઈ રે. આજ૦
(૨)
ડંકો વાગ્યો શાસનના પ્રેમી જાગજો રે, પ્રેમી જાગજો રે ધરમી જાગજો રે; દૂર કરો સંસારી કામો આજથી રે, આજથી રે વૈરાગ્યથી રે. ડંકો વીરે સ્થાપ્યું શાસનને શોભાવજો રે, શોભાવજો રે આણા પાળજો રે. ડંકો શાસનસેવા કરવાને બંધુ આવજો રે; બન્ધુ આવજો રે વહેલા આવજો રે. ડંકો૦
Jain Education International
૨૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org