________________
૩OO
શ્રી પૂજા સંગ્રહ સાથે (૩). વાગે છે વાગે છે, દેરાસર વાજાં વાગે છે;
જેનો શબ્દ ગગનમાં ગાજે છે. દેરાસર) ઝીણી ઝીણી ઘુઘરીઓ ઘમકે છે, છેદ્રાણીના પાઉલ ઠમકે છે.
દેરાસર) પ્રભુ સમવસરણમાં બિરાજે છે, જસ ચોત્રીશ અતિશય છાજે છે;
ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. દેરાસર પ્રભુ જન્મ અતિશય ચાર છે, ઘાતકર્મક્ષયે અગિયાર છે;
વળી દેવે કર્યા ઓગણીસ રે. દેરાસર)
(૪). આનંદ મંગળ ગાવો, જૈનધર્મનો લેવો લહાવો, મારા ભાઇઓ, અવસર આવો નહિ આવશે. ફરીથી મળશે નાણું, પણ નહિ મળે આ ટાણું; લ્હાવો લેવો એ આપણું તો કામ છે. હાં હાં રે, જૈનબધુ આજે, સૌ ભવજળ તરવા કાજે; ભક્તિ કરવી એ આપણું તો કામ છે. હાં હાં રે,
આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે અવસર આ વહી જાય છે રે, કાલ કોણે દીઠી છે. આઉખું ઓછું થાય છે રે, કાલ કોણે દીઠી છે. ચેતવું હોય તો ચેતજો રે, કાલ કોણે દીઠી છે. દેવ ગુરુ ધર્મ પીછાણજો રે, કાલ કોણે દીઠી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org