________________
૩૦૧
પીસ્તાલીશ આગમની પૂજા
દાન સુપાત્રે દીજીએ રે, કાલ કોણે દીઠી છે. લક્ષ્મીનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. માનવભવ સફળ કીજીએ રે, કાલ કોણે દીઠી છે. નવી નવી આંગીઓ રચાવજો રે, કાલ કોણે દીઠી છે. ભાવના રૂડી રૂડી ભાવજો રે, કાલ કોણે દીઠી છે. તમે સંઘપતિ થઇને આવજો રે, કાલ કોણે દીઠી છે. અમને વહેલું કહાવજો રે, કાલ કોણે દીઠી છે. હાથે તે સાથે આવશે રે, કાલ કોણે દીઠી છે. વિજય'સદાશિવ લાવજો રે, કાલ કોણે દીઠી છે.
લાવે લાવે મોતીશા શેઠ, હવણજળ લાવે છે, હવરાવે મરૂદેવાનંદ, પ્રભુ પધરાવે છે સહુ સંઘને હરખ ન માય, હવણજળ લાવે છે, મારી વ્હેનોને હરખ ન માય, પ્રભુ પધરાવે છે.
રંગે રમે આનંદે રમે, આજ દેવદેવીઓ રંગે રમે, પ્રભુજીને દેખી મોટા ભૂપ નમે, આજ દેવ, પ્રભુજીને પાયે સોનીડો રે આવે; મુગટ ચડાવી પ્રભુ પાય નમે. આજ દેવ) પ્રભુજીને પાયે માળીડો રે આવે; હાર ચઢાવી પ્રભુ પાય નમે. આજ દેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org