________________
૨૯૮
શ્રી પૂજા સંગ્રહ સાથે રાજનગરમાં રહીય ચોમાસું, અજ્ઞાન હિમ હઠાયો; સૂત્ર અર્થ પીસ્તાલીસ આગમ, સંઘ સુણી હરખાયો રે.
મહાવીર૦ ૪. અઢારસેં એકાશી માગશર, મૌન એકાદશી ધ્યાયો; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, સંઘને તિલક કરાયો રે.
મહાવીર૫. (આઠે પૂજા પૂરી થયા પછી લુણ ઉતારણ-આરતી-મંગળદીવો કરી શાન્તિકળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું.)
રાજનગર-અમદાવાદમાં ચોમાસું રહીને અજ્ઞાનરૂપ હિમને દૂર કર્યો અને શ્રી સંઘને પીસ્તાલીશ આગમ સૂત્ર અને અર્થ સાથે સંભળાવીને હર્ષ પમાડ્યો. ૪.
સં ૧૮૮૧ના માગશર સુદ અગિયારસે મૌન એકાદશીના દિવસે આ પૂજા રચી, શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ તિલક શ્રી સંઘને કરાવ્યું. અર્થાત્ શ્રી સંઘમાં આગમભક્તિની વૃદ્ધિ થઈ. ૫
પં. વીરવિજયકૃત પીસ્તાલીશ આગમની સાથે પૂજા સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org