________________
પીસતાવીશ આરામની પૂજા
૨૯૭ ગાયો વાયો રે.મહાવીરજિનેશ્વર ગાયો. (એ આંકણી) આગમવાણી અમીર સરોવર, ઝીલત રોગ ઘટાયો; મિથ્યાત મેલ ઉતારા શિર પર, આણામુગટ ધરાયો રે.
મહાવીર૦ ૧. તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ ગાયો; કપૂરવિજયશિષ્યક્ષમ વિજય તસ, જસવિજયો મુનિરાય રે.
મહાવીર) ૨. તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શ્રી શુભવિજય સવાયો; તાસ શિષ્ય શ્રી વીરવિજય કવિ, એ અધિકાર બનાયો રે.
મહાવીર૦ ૩.
કળશનો અર્થ - આ પૂજાના કર્તા પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે-મેં શ્રી મહાવીર પરમાત્માના ગુણ ગાયા. અમૃતના સરોવર સમાન આગમની વાણી ઝીલીને તેમાં સ્નાન કરીને મેં મારા આત્માનો સર્વ રોગ ઘટાડી દીધો. આત્મા ઉપરથી મિથ્યાત્વરૂપી મેલને દૂર કરી, પ્રભુની આજ્ઞારૂપી મુકુટને મસ્તક ઉપર ધારણ કર્યો. ૧.
તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિની માટે પં. શ્રી સત્યવિજયજી પંન્યાસ થયા. તેમના શિષ્ય શ્રી કપૂરવિજયજી તેમના શ્રી ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય શ્રી જયવિજયજી થયા. તેમના શિષ્ય સંવેગી અને ગીતાર્થ એવા શ્રી શુભવિજયજી થયા. તેમના શિષ્ય પં. શ્રી વીરવિજયજી કવિએ આ અધિકાર બનાવ્યો. ર-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org