________________
૧૬૬
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
લાખ ઓગણસાઠ બાણુંકોડી, પચવીશ સહસ નવસઁ જોડી; પચવીશ પલ્યોપમ ઝાઝેરું, તે બાંધે આયુ સુર કેરું, હે સુખકારી૦ ૫. સામાયિક વ્રત પાળી યુગતે, તે ભવ ધનમિત્ર ગયો મુગતે; આગમ રીતે વ્રત હું પાળું, પંચમ ગુણઠાણું અજવાળું. હે સુખકારી૦ ૬.
તુમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો; નહીં વાર અચળ સુખ સાધંતે, ઘડી દોય મળો જો એકાંતે. હે સુખકારી૦ ૭
કાવ્ય તથા મંત્ર
શ્રદ્ધાસંયુતાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યા ગમિજ્યંતિ વૈ; મોક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેકં કુરુ, યેન દ્વં વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧,
ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દર્પણું યજામહે સ્વાહા.
વધારે દેવનું આયુષ્ય બાંધે. પ
વિધિપૂર્વક સામાયિક વ્રતનું પાલન કરી ધનમિત્ર તે જ ભવમાં મોક્ષે ગયેલ છે. હું પણ આગમમાં કહ્યા પ્રમાણે એ વ્રતનું પાલન કરું. અને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનને ઉજ્જવળ કરું. ૬
હે શુભવીરપ્રભુ ! જો તમે મારા ઉપર કરુણા કરો અને ધ્યેયસ્વરૂપ એવા તમે મારા ધ્યાનમાં આવીને ફક્ત બેજ ઘડી સુધી એકાંતમાં જો મળો તો અચળસુખ-મોક્ષસુખ સાધતાં મને વાર લાગે તેમ નથી. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org