________________
૧૬૫
બારવ્રતની પૂજા
ઢાળ હે સુખકારી ! આ સંસારથકી જો મુજને ઉદ્ધરે; હે ઉપકારી ! એ ઉપકાર તુમારો કદીય ન વિસરે; નવમે સામાયિક ઉચ્ચરીએ, અમે દર્પણની પૂજા કરીએ; નિજ આતમરૂપ અનુસરીએ, સમતા સામાયિક સંવરીએ, હે સુખકારી ! આ સંસારથકી જો મુજને ઉદ્ધરે. ૧. સામાન્ય જિહાં મુનિવર ભાળે, અતિચાર પાંચ એહના ટાળે, સાધુ પરે જીવદયા પાળે, નિજ ઘર ચૈત્યે પૌષધશાળે.
હે સુખકારી. ૨. રાજા મંત્રી ને વ્યવહારી, ઘોડા રથ હાથી શણગારી; વાજીંત્ર ગીત આગળ પાળા, પરશંસે ષ દર્શનવાળા.
હે સુખકારી) ૩. એણી રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી; ઘડી બે સામાયિક ઉચ્ચરીએ, વળી બત્રીશ દોષને પરિહરીએ
હે સુખકારી ૪. રાજા, મંત્રી અને મોટા વ્યાપારી સામાયિક કરવા જાય ત્યારે હાથી, ઘોડા અને રથને શણગારી, વાજિંત્ર વગાડતા અને ગીત ગાતા, આગળ પગે ચાલતા સૈનિકો ચાલતા હોય, છયે દર્શનના લોકો પ્રશંસા કરે તેવી રીતે ગુરુ પાસે આવી, સમતાભાવને ધારણ કરી બે ઘડીના પ્રમાણવાળું સામાયિક ઉચ્ચરે અને ૩૨ દોષનો પરિહાર કરે. ૩-૪
આ રીતે સમતાભાવમાં રહી સામાયિક કરવાથી બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસો ને પચીશ પલ્યોપમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org