________________
૧૬૪
શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તથ્વતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપકલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા.
નવમે વ્રત દશમી દર્પણપૂજા
દશમી દર્પણ પૂજના, ધરી જિન આગળ સારઃ આતમરૂપ નિહાળવા, કહું શિક્ષાવ્રત ચાર. ૧.
દુહાનો અર્થ - દશમી દર્પણપૂજા પ્રભુની આગળ દર્પણ ધરીને કરીએ. તે દર્પણ દ્વારા આત્માનું રૂપ જોવા હું ચાર શિક્ષાવ્રત કહું છું.
ઢાળનો અર્થ સુખકારી પ્રભુ! જો તમે મારો આ સંસારમાંથી ઉદ્ધાર કરો તો તે ઉપકારી ! એ તમારો ઉપકાર હું કદીપણ ભૂલીશ નહીં. નવમા વ્રતમાં સામાયિક ઉચ્ચરીએ. પ્રભુની દર્પણવડે પૂજા કરીએ. પોતાના આત્માના સ્વરૂપને અનુસરીએ. અને સમતા સામાયિકરૂપ સંવર કરીએ. ૧.
સામાન્ય રીતે જ્યાં મુનિરાજ હોય ત્યાં સામાયિક કરવું અથવા પોતાને ઘરે, જિનચૈત્યમાં અથવા પૌષધશાળામાં કરવું. તે વ્રતના પાંચ અતિચાર ટાળવા. અને મુનિરાજની જેમ જીવદયા પાળવી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org