________________
૧૬૩
બારવ્રતની પૂજા તિહાં ચાર ધૂતારા વાણિયા,
ભરે પેટ તે પાપે પ્રાણિયા હો; નેક0 રણઘંટા વચન જો પાળિયું,
તો રત્નચૂડે ધન વાળિયું જીહો. નેક) ૫. અમે અરિહાની આણા પાળશું,
વ્રત લઇને પાપ પખાળશું જીહો; નેક0 અતિચાર તે પાંચે નિવારશું,
ગુરુશિક્ષા તે દિલમાં ધારશું જીહો. નેક૦ ૬. વીરસેન કુસુમસિરિ દો જણા,
વ્રત પાળી થયા સુખિયાં ઘણાં જીહો. નેક0 અમે પામીએ લીલવિલાસને,
શુભવીર પ્રભુને શાસને જીહો. નેક0 ૭. તે નગરીમાં ચાર ધૂતારા વણિકો રહેતા હતા અને તેઓ પાપ વડે પેટ ભરતા હતા. ત્યાં એક રત્નચૂડ નામનો વેપારી જઈ ચડ્યો હતો, તેને પેલા ધૂતારાઓએ ઠગ્યો હતો પણ રણઘંટા નામની ત્યાં એક વેશ્યા રહેતી હતી, તેણીના વચન પ્રમાણે વર્તવાથી રત્નચૂડે પોતાનું ગયેલું ધન પાછું વાળ્યું. ૫
એ રત્નચૂડની જેમ અરિહંતની આજ્ઞાનું અમે પાલન કરશું અને વ્રત લઈને અમારા પાપ ધોઈ નાંખીશું. આ આઠમા વ્રતના પાંચ અતિચાર છે તેને નિવારીશું અને ગુરુની શિખામણને દિલમાં ધારણ કરશું. ૬
આ વ્રત પાળીને વીરસેન અને કુસુમશ્રી ઘણા સુખી થયા છે. અમે પણ શ્રી શુભવીર પ્રભુના શાસનમાં લીલવિલાસને-ઉત્તમ સુખને પામીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org