SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી પૂજા સંગ્રહ સાથે ધ્યાન આરત રૌદ્ર મંડિયો, ઠામ ઠામ અનર્થે દંડિયો જીહો; નેક0 ઉપદેશ મેં પાપનો દાખિયો, કૂડી વાતે થયો હું સાખીયો જીહો. નેક) ૨. આરંભ કર્યા ઘણી ભાતિના, મેં તો યુદ્ધ કર્યા કઈ જાતિના જીહો; નેક0 રથ મૂશળ માગ્યાં આપિયાં, જાતાં પંથે તરુવર ચાંપિયા જીહો. નેકo ૩. વળી વાદે તે વૃષભ દોડાવિયા, કરી વાતો ને લોક લડાવિયા જીહો; નેકo. ચાર વિકથાએ પુન્યધન હારિયો, જેમ અનીતિપુરે વ્યવહારિયો જીહો. નેક૦ ૪. મેં આર્ત ને રૌદ્રધ્યાન કર્યા, અનેક સ્થાને અનર્થદંડ દંડાયો. મેં પાપનો ઉપદેશ કર્યો અને ખોટી વાતોમાં હું સાક્ષી બન્યો. ૨ મેં ઘણી જાતના આરંભો કર્યા, અનેક જાતનાં યુદ્ધ કર્યા, રથ-ગાડાં, સાંબેલા વગેરે હિંસક અધિકરણો માગ્યાં આપ્યાં, માર્ગમાં જાતાં વૃક્ષો છેદ્યાં અને ચાંપ્યાં. ૩ વાદ કરીને બળદોને દોડાવ્યા, આઘી-પાછી વાતો કરી લોકોને લડાવ્યા. અનીતિપૂરમાં જેમ રત્નચૂડ વ્યવહારી સર્વ ધન ખોઈ બેઠો તેમ ચાર વિકથા (રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભોજનકથા) કરવાથી હું પણ પુણ્યરૂપી ધન ખોઈ બેઠો. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy