SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી પૂજા સંગ્રહ સાથે સાચી ભક્ત રીઝવી, સાહિબ દિલમાં ધરશું રે; ઉત્સવ રંગ વધામણાં, મનવાંછિત સવિ કરશું રે. .૦ ૭. કર્મસૂદન તપ તરૂ ફળે, જ્ઞાન અમૃતરસ ધારા રે; શ્રી શુભવીરને આશરે, જગમાં જય જયકારા રે. .૮. કાવ્ય તથા મંત્ર શિવતરોઃ ફલદાનપરેવિ-ર્વરફલેઃ કિલ પૂજય તીર્થપ ત્રિદશનાથનતમપંકજં, નિહામોહમહીધરમંડલમ્1. શમરસૈકસુધારસમાધુરૈ-રનુભવાખ્યફલૈરભયપ્રદૈઃ; અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમાં પરિપૂજયે. ૨. સાચી ભક્તિથી સાહેબ એવા આપને રીઝવીને આપને હૃદયમાં ધારણ કરશું. ઉત્સવરંગ વધામણાં કરી અમે અમારા મનોવાંછિત પૂર્ણ કરશું. ૭ આ કર્મસૂદનતપરૂપ વૃક્ષ ફળે અને તેમાંથી જ્ઞાનરૂપી અમૃતરસની ધારા પ્રગટે એટલે હે શુભવીર પ્રભુ ! તમારા આશ્રયથી અમારો પણ જગતમાં જય જયકાર થાય. ૮ કાવ્ય અને મંત્રનો અર્થ - દેવેન્દ્રોએ જેમના ચરણકમળમાં નમસ્કાર કર્યો છે. જેમણે મોહરૂપી પર્વતોનો સમૂહ ભેદ્યો છે. એવા તીર્થપતિની મોક્ષરૂપી વૃક્ષનાં ફળ આપવામાં તત્પર એવાં તાજાં શ્રેષ્ઠ ફળો વડે તું પૂજા કર. ૧. * અહિતકારી દુઃખોને હરનારા, અને વૈભવને આપનારા, એવા સમગ્ર સિધ્ધના તેજને-જ્ઞાનને હું સમતારસરૂપી અદ્વિતીય અમૃતરસ વડે મધુર એવાં અને અભય આપનારાં એવાં, ૨ નુભવ રૂપી ફળો વડે પૂછું . ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy