________________
૨૫૧
અંતરાય કર્મ નિવારણ પૂજા
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટકર્મોચ્છેદનાય ફલાનિ યજામહે સ્વાહા.
કળશ ગાયો ગાયો રે, મહાવીર જિનેશ્વર ગાયો. (એ આંકણી) ત્રિશલામાતા પુત્ર નગીનો, જગનો તાત કહાયો; તપ તપતાં કેવળ પ્રગટાયો, સમવસરણ વિરચાયો રે. મ0 ૧. રયણસિંહાસન બેસી ચઉમુખ, કર્મસૂદન તપ ગાયો; આચારદિનકરે વર્ધમાનસૂરિ, ભવિ ઉપગાર રચાયો રે. મ૦ ૨. પ્રવચનસારોદ્ધાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયો; દિન ચઉસટ્ટી પ્રમાણે એ તપ, ઉજમણે નિરમાયો રે. મ૦ ૩.
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનાર, શ્રી વીરજિનેન્દ્રને આઠમા અંતરાય કર્મનો ઉચ્છેદ કરવા માટે અમે ફળથી પૂજા કરીએ છીએ. ૩
કળશનો અર્થ - મેં મહાવીર જિનેશ્વરના ગુણ ગાયા. ત્રિશલામાતાના શ્રેષ્ઠ પુત્ર જગતના પિતા કહેવાયા. તપ કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવોએ સમવસરણની રચના કરી. ૧.
રત્નમય સિંહાસન પર બેસી ચતુર્મુખે કર્મસૂદન તપ કહ્યો, આચારદિનકર નામે ગ્રંથમાં ભવ્ય જીવોના ઉપકાર માટે શ્રી વર્ધમાનસૂરિએ એ તપ વર્ણવ્યો છે. ૨
- પ્રવચનસારદ્વાર નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરિએ એ તપ બતાવ્યો છે. એ તપ ૬૪ દિવસ પ્રમાણ છે. તપને છેડે ઉજમણું કરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org