________________
૨૪૯
અંતરાય કર્મ નિવારણ પૂજા આગમવયણે જાણીએ, કર્મ તણી ગતિ ખોટી રે; તીસ કોડાકોડી સાગરુ, અંતરાયથિતિ મોટી રે. પ્ર૦ ૨. ધ્રુવબંધી ઉદયી તથા, એ પાંચે ધૃવસત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિયત્તા રે. પ્ર૦ ૩. સંપરાય બંધે કહી, સત્તા ઉદયે થાકી રે; ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર૦ ૪. જ્ઞાન મહોદય તે વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશી રે. ૫. કીરયુગલશું દુર્ગા, નારી જેમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે.૦ ૬.
આગમના વચનોથી જાણીએ કે કર્મોની ગતિ ઘણી ખોટી છે. અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ છે. ૨
અંતરાયકર્મની પાંચેય પ્રકૃતિ ધ્રુવબંધી છે, ધ્રુવોદયી છે, તેમજ ધ્રુવસત્તાક છે દેશઘાતી છે અને અપરાવર્તમાન છે. ૩
એનો બંધ દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી છે. સત્તા અને ઉદયમાં બારમાં ગુણસ્થાનક સુધી છે. બારમા ગુણઠાણાના અંતે તે જાય છે. અને તે જીવવિપાકી છે. ૪
હે પ્રભુ ! તે કર્મનો ક્ષય કરી, તમે જ્ઞાનમહોદય-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આત્માની અનંત ઋદ્ધિના ભોક્તા થયા છો. અમે . પણ તે ફળની આશા રાખીએ છીએ. ફળપૂજાના ફળરૂપે અમને પણ તે ફળ આપો. ૫
કીરયુલગ-પોપટનું જોડલું અને દુર્ગતા સ્ત્રી ફળપૂજા કરવાથી જેમ મોક્ષને પામ્યા. તેવી રીતે અમે પણ એવી ભક્તિ કરશું. તેમાં ખામી રાખીશું નહિ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org