________________
૨૪૮
શ્રી પૂજા સંગ્રહ સાથે
આઠમી ફળપૂજા
દુહા
અષ્ટકર્મ દળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧. ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. ૨.
ઢાળ પ્રભુ તુજ શાસન અતિભલું, માને સુરનર રાણો રે; મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે. પ્ર૦ ૧.
દુહાઓનો અર્થ - આઠ કર્મના દળીયાનો વિનાશ કરવા માટે આ આઠમી ફળપૂજા સારભૂત છે. પ્રભુની આગળ ફળવડે પૂજા કરવાથી નિશે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧.
ઇંદ્ર વગેરે પણ પ્રભુની પૂજા કરવા માટે પ્રેમપૂર્વક કલ્પવૃક્ષ વગેરેનાં ફળ લાવે છે. તે પુરુષોમાં ઉત્તમ એવા પરમાત્માની પૂજા કરી મોક્ષફળરૂપી દાન માગે છે. ૨.
ઢાળનો અર્થ - હે પ્રભુ ! તમારું શાસન અત્યંત સારું છે. તેને ઇદ્રો અને રાજાઓ પણ માન્ય કરે છે. માત્ર જે જીવો મિથ્યાત્વી કે અભવ્ય હોય છે તે તેને ઓળખતા નથી. કારણ કે તેમાં એક (મિથ્યાત્વીને જ્ઞાન-ક્રિયારૂપ બન્ને નેત્ર ન હોવાથી) અંધ છે અને બીજો (અભવ્ય જ્ઞાન રહિત ક્રિયા કરનાર હોવાથી) કારણો છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org