________________
૨૧૩
નવપદજીની પૂજા હુઆ રાંક પણ જેહ આદરી, પૂજિત ઈદ નરિંદે; અશરણ શરણ ચરણ તે વંદું, પૂર્યું જ્ઞાન આનંદે રે.
ભવિકા ! સિ. ૩. બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમીએ; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપરે, તે ચારિત્રને નમીએ રે.
ભવિકા ! સિ૦ ૪. ચય તે આઠ કરમનો સંચય, રિક્ત કરે છે તેહ; ચારિત્ર નામ નિરૂત્તે ભાખ્યું, તે વંદું ગુણગેહ રે.
ભવિકા ! સિ૦ ૫.
જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતો રે. વીર૦ ૧.
રંક મનુષ્યો પણ જેને અંગીકાર કર્યા પછી ઇંદ્ર અને ચક્રવર્તીઓથી પૂજાય છે, તે નિરાધારના આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને હું વંદન કરું છું. ૩
જેના બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનના દેવોના સુખોને ઉલ્લંઘી જવાય છે અને ઉજ્જવળ ઉજજવળ એવી શુભ લેશ્યામાં વૃદ્ધિ થતી જાય છે, એવા ચારિત્રને નમસ્કાર કરીએ છીએ. ૪ - “ચય' એટલે આઠ કર્મનો થયેલ જે સંચય તેને “રિક્ત' એટલે જે ખાલી કરે તે “ચારિત્ર' એવું નિરુક્તિથી સિદ્ધ થયેલું છે તે ગુણોના ગૃહરૂપ (ચારિત્ર)ને હું વંદન કરું છું. ૫
દુહાનો અર્થ - પોતાના સ્વભાવમાં રમણ કરતા, શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org