________________
૨૧૨
શ્રી પૂજા સંગ્રહ સાથે
ઉલાળો પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ, તત્ત્વથિરતા દમયી, શુચિ પરમ ખાંતિ મુત્તિ દશપદ, પંચ સંવર ઉપચઈ; સામાયિકાદિક ભેદ ધર્મે, યથાખ્યાતે પૂર્ણતા, અકષાય અકલુષ અમલ ઉજ્વળ, કામ કશ્મલ ચૂર્ણતા. ૨.
(પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી) દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામ રે.
ભવિકા ! સિદ્ધ૦ ૧. તૃણ પરે જે પખંડ સુખ ઠંડી, ચક્રવર્તી પણ વરિયો; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મનમાંહે ધરિયો રે.
ભવિકા ! સિવ ૨. પ્રતિકૂળ આશ્રવોના ત્યાગરૂપ, ઇંદ્રિયદમનપૂર્વક તત્ત્વમાં સ્થિરતારૂપ, પવિત્ર ઉત્કૃષ્ટ ક્ષમા, નિર્લોભતા વગેરે દશ પદો (યતિધર્મ) વાળું, પાંચ પ્રકારના સંવરના સંચયવાળું, સામાયિકથી યથાખ્યાતની પૂર્ણતા સુધીના પાંચ ભેદવાળું, કષાયરહિત, કલેશરહિત, નિર્મળ, ઉજ્વળ, કામરૂપ મળને ચૂર્ણ કરવાના સ્વભાવવાળું પ્રસ્તુત ચારિત્ર છે. ૨
પૂજાની ઢાળનો અર્થ - દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર અનુક્રમે ગૃહસ્થ અને યતિને યોગ્ય છે-મનોહર છે. તે ચારિત્ર જગતમાં જયવંત વર્તે છે, તેને પ્રણામ કરો. ૧.
જે છ ખંડના સુખોને તૃણની જેમ તજીને ચક્રવર્તીએ પણ અંગીકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષયસુખનું કારણ છે. તેનો મેં મન સાથે સ્વીકાર કરેલો છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org