________________
૨૧૧
નવપદજીની પૂજા
અષ્ટમ શ્રી ચારિત્રપદ-પૂજા આરાહિ-અખંડિઅ-સક્કિસ, નમોનમો સંજમ વીરિઅલ્સ. વળી જ્ઞાનફળ ચરણ ધરીએ સુરંગે, નિરાશંસતા દ્વાર રોધ પ્રસંગે; ભવાંભોધિ સંતારણે માનતુલ્ય, ધરૂ તેહ ચારિત્ર અપ્રાપ્તમૂલ્ય. ૧. હોયે જાસ મહિમા થકી રંક રાજા, વળી દ્વાદશાંગી ભણી હોય તાજા; વળી પાપરૂપીપિ નિષ્પાપ થાય, થઈ સિદ્ધ તે કર્મને પાર જાય. ૨
(ઢાળ ઉલાળાની દેશી) ચારિત્ર ગુણ વળી વળી નમો, તત્ત્વરમણ જસુ મૂલોજી; પર-રમણીયપણું ટળે, સકલ સિદ્ધિ અનુકૂલોજી. ૧.
કાવ્યર્થ - નિરતિચારપદે સદાચારનું પાલન કરેલું છે, તેવા ચારિત્રબળને વારંવાર નમસ્કાર હો !
વૃત્તાર્થ-આશ્રવના દ્વારા બંધ કરવાનો સમય આવે છતે જ્ઞાનના ફળરૂપ જે વિરતિ અને ઇચ્છારહિતપણું સારા રંગ-આનંદપૂર્વક ધારણ કરીએ તે ભવરૂપ સમુદ્ર તરવામાં પ્રવાહણ તુલ્ય અમૂલ્ય ચારિત્રને હું ધારણ કરું છું. ૧.
જેના માહાસ્યથી રંક મનુષ્ય પણ ક્ષણમાં રાજા બની જાય છે, વળી દ્વાદશાંગીનો અભ્યાસ કરી આત્મસ્વરૂપને તાજું (સ્કુરાયમાન) બનાવે છે. વળી પાપી મનુષ્ય પણ નિર્મળ-નિઃપાપ થાય છે અને કર્મોનો પાર પામી (છેવટે) સિદ્ધ થાય છે. ૨
ઉલાળાનીઢાળનો અર્થ-વારંવાર ચારિત્રગુણને નમસ્કાર કરો! તત્ત્વમાં રમણતા એ જ જેનું મૂળ છે, જેનાથી) પરવસ્તુમાં રમણતાનો સ્વભાવ દૂર થાય છે અને સમસ્ત સિદ્ધિઓ અનુકૂળ થઇ જાય છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org