________________
૧૪૬
શ્રી પૂજા સંગ્રહ સાથે પરધન લેતાં પ્રાણ જ લીધા,
પંચંદ્રિય હત્યા વરીએ રે; ચિત્ત) વ્રત ધરતાં જગમાં જસ ઉજ્જવળ,
સુરલોકે જઈ અવતરીએ રે. ચિત્તo પ. તિહાં પણ સાસય પડિમા પૂજી,
- પુણ્યતણી પોઠી ભરીએ રે; ચિત્ત જળ કળશા ભરી જિન અભિષેકે,
કલ્પતરુ રૂડો ફળીએ રે. ચિત્ત) ૬. ધનદત્ત શેઠ ગયો સુરલોકે, . એ વ્રત શાખા વિસ્તરીએ રે; ચિત્તo
પારકાનું ધન લેતાં તેના પ્રાણ જ લીધા તેમ અપેક્ષાથી સમજવું, કારણ કે ધન ગયાના આઘાતથી કેટલીકવાર મનુષ્યનું મરણ થાય છે, તેથી પંચંદ્રિયની હત્યા લાગે છે. જે ચોરી ન કરવાનું વ્રત લે છે તેનો આ જગતમાં ઉજ્વળ યશ થાય છે અને પરભવમાં દેવલોકમાં અવતાર પામે છે. ૫
ત્યાં પણ શાશ્વતી પ્રતિમાઓની પૂજા કરી પુણ્યની પોઠો ભરે છે, ત્યાં પ્રભુના જન્માભિષેકાદિ પ્રસંગે જળના કળશો ભરી પ્રભુને અભિષેક કરવાથી શ્રાવકવ્રતરૂપ કલ્પવૃક્ષ સારી રીતે ફળવાળો થાય છે. ૬
આ વ્રતનું પાલન કરી ધનદત્તશેઠ દેવલોકમાં ગયા છે. આ વ્રતની શાખાઓ ઘણી વિસ્તાર પામે છે. શ્રી શુભવીર પરમાત્માની ભક્તિથી શિવમંદિરમાં નિવાસ કરવારૂપ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org