________________
૧૫૬
શ્રી પૂજા સંગ્રહ સાથે એ વ્રતથી શિવસુખ લહ્યું રે, જેમ મહાનંદકુમાર; સાવ શ્રી શુભવીર જિનેશ્વર રે, અમને પણ આધાર. સા. ૬
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યકૃત્વા ગમિષ્યતિ વૈ, મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમને ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧.
- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
સપ્તમવ્રતે આઠમી અષ્ટમંગલિક પૂજા
દુહા અષ્ટમંગલની પૂજના, કરીએ કરી પ્રણામ; આઠમી પૂજાએ નમો, ભાવમંગળ જિનનામ. ૧.
અત્યારે તો આપનું શાસન દેખીને આપની પાસે આવ્યો છું. હવે મારી લાજ આપના માથે છે. ૫
આ વ્રતના પાલનથી મહાનંદકુમારે મોક્ષસુખ મેળવ્યું છે. તેવી રીતે શ્રી શુભવીર જિનેશ્વર અમને પણ આધારરૂપે તમે છો. ૬
દુહાનો અર્થ- પ્રભુને પ્રણામ કરી અષ્ટમંગલિક (સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ, ભદ્રાસન, મત્સ્યયુગલ, દર્પણ, વર્ધમાન ને નંદાવર્ત) વડે પૂજા કરીએ. આ આઠમી પૂજામાં ભાવમંગળરૂપ જિનેશ્વરના નામને નમસ્કાર કરીએ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org