________________
૧૫૫
બારવ્રતની પૂજા પૂજ્યની પૂજા તિમ કરી રે, કરું આશા પરિમાણ; સાવ ચાર દિશા વિમળા તમા રે, હિંસાએ પચ્ચકખાણ. સાવ ૨. આશ કરું અરિહંતની રે, પાંચ તજી અતિચાર; સાવ તુમ સરિખો દીઠો નહીં રે, જગમાં દેવ દયાળ. સાવ ૩. વરસી વરસ્યા તે સમે રે, વિપ્ર ગયો પરદેશ; સાવ તેહને પણ સુખિયો કર્યો રે, લાખણો દઈ ખેશ. સાવ ૪. હું પણ તે દિન કે ગતિ રે, કેવળી જબ જિનરાજ, સાવ શાસન દેખી તાહરું રે, આવ્યો તુમ શિર લાજ. સા૫.
પૂજય એવા પરમાત્માની પૂજા કરીને આશા એટલે દિશાનું પરિમાણ કરું, ચાર દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ) તથા વિમળા (ઊર્ધ્વદિશા) અને તમા (અધોદિશા) એ છયે દિશાઓએ કેટલું જવું તેનું પરિમાણ કરું. જેથી તેની બહાર રહેલા જીવોની હિંસાના પચ્ચકખાણ થઈ જાય. ૨
આ વ્રતના (૧. ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ, ૨ અધોદિશાપ્રમાણાતિક્રમ, ૩ તિર્યદિશા પ્રમાણાતિક્રમ, ૪ એક તરફ પ્રમાણ ઘટાડી બીજી તરફ વધારવું, પ કરેલ પ્રમાણને ભૂલી જવું એ) પાંચ અતિચાર તજી હે પ્રભુ! અરિહંત એવા આપની આશા કરું. કારણ કે તમારા જેવો દયાળું દેવ આ જગતમાં મેં જોયો નથી. ૩
હે પ્રભુ! આપ વર્ષીદાનદીધું તે વખતે એક બ્રાહ્મણ પરદેશ ગયો હતો, તે પાછો આવ્યો ત્યારે તેની સ્ત્રીના કહેવાથી આપની પાસે આવ્યો અને યાચના કરી તેને લાખ સોનૈયા ઉપજે એવો ખેસ-દેવદૂષ્ય વસ્ત્ર આપી સુખી કર્યો. ૪
હે પ્રભુ! આપ કેવળજ્ઞાની થયા ત્યારે હું કઈ ગતિમાં હોઇશ?
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org