________________
૧૫૪
શ્રી પૂજા સંગ્રહ સાથે ષષ્ઠદ્રત સાતમી પુષ્પપૂજા
દુહો ફૂલ અમૂલક મેઘ મ્યું, વરસાવી જિન અંગ; ગુણવ્રત ત્રણે તેહમાં, દિશિપરિમાણને રંગ. ૧.
ઢાળ
સમવસરણ સુરવર રચે રે, પૂજા ફૂલ અશેષ;
સાહિબ શિવ વસીયા. રાયપાસેણી સૂત્રમાં રે, કરે સૂર્યાભ વિશેષ. સાવ શિવ વસિયા ને મારે મન વસ્યા રે,
દિલ વસિયા મહારાજ. સા૦ ૧.
દુહાનો અર્થ- અમૂલ્ય એવા ફૂલો વરસાદની જેમ પ્રભુના શરીર ઉપર વરસાવીને ત્રણ ગુણવ્રતોમાંના દિશિપરિમાણ નામના વ્રતને આનંદપૂર્વક આદરવું. ૧.
ઢાળનો અર્થ છે સાહેબ ! આપ અત્યારે મોક્ષમાં જઈને વસ્યા છો. પરંતુ જ્યારે અહીં કેવલજ્ઞાન પામીને વિચરતા હતા તે વખતે દેવતાઓએ સમવસરણની રચના કરી હતી. સમસ્ત પ્રકારના પુષ્પોથી આપની પૂજા કરી હતી. તે માટે રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે તેણે આ પૂજા વિશેષ પ્રકારે કરી હતી.
આ પરમાત્મા મોક્ષમાં રહ્યા હોવા છતાં ભક્તિના બળથી મારા મનમાં-મારા દિલમાં વસી રહ્યા છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org