________________
બારવ્રતની પૂજા
૧પ૩ વળી સામાન્ય પભેદ, ઉત્તર ચોસઠ દાખિયા રે, દશવૈકાલિક નિર્યુક્તિ, ભદ્રબાહુ ગુરુ ભાખિયા રે. મન, ૪. પરિમાણથી અધિકું હોય, તો તીર્થે જઈ વાવરો રે, રોકાયે ભવનું પાપ, છાપ ખરી જિનની ધરો એ; ધનશેઠ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરિહરી રે, શુભવીર પ્રભુને ધ્યાન, સંતોષે શિવસુંદરી રે. મન, ૫.
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવ ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા.
સ્થાવર, ૪ દ્વિપદ, પ ચતુષ્પદ અને ૬ કુષ્ય) પણ છે. અને ઉત્તરભેદ ચોસઠ (ધાન્યના ૨૪, રત્નના ૨૪, સ્થાવરના ૩, દ્વિપદના ૨, ચતુષ્પદના ૧૦ અને કુષ્યનો એક) છે. તે દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યા છે. ૪
રાખેલા પ્રમાણથી ધન વધે તો તીર્થસ્થાને જઈ વાપરવું. તેથી સંસારના પાપ અટકી જાય, અને એ રીતે જિનની ખરી છાપ ધારણ કરો. ધનશેઠે ધનનું પ્રમાણ કર્યું હતું તેથી તેણે અનાયાસે મળેલ ચિત્રાવેલીને પણ તજી દીધી. આ વ્રતધારી શુભવીર પ્રભુનું ધ્યાન કરી શિવસુંદરીને સંતોષ પમાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org