________________
ઉપર
શ્રી પૂજા સંગ્રહ સાથે નરભવ માંહે ધનકાજ, ઝાઝા ચડ્યો રણમાં રડ્યો રે, નીચ સેવા મૂકી લાજ, રાજ્યરસે રણમાં પડ્યો રે. મન૦ ૨ સંસારમાં એક સાર, જાણી કંચન કામિની રે, ન ગણી જપમાળા એક, નાથ નિરંજન નામની રે, ભાગ્યે મળિયા ભગવંત, અવસર પામી વ્રત આદરું રે, ગયો નરકે મમ્મણશેઠ, સાંભળી લોભથી ઓસરું રે. મન૦ ૩. નવવિધ પરિગ્રહપરિમાણ, આનંદાદિકની પરે રે, અથવા ઇચ્છાપરિમાણ, ધન ધાદિક ઉરચરે રે;
આ સંસારમાં જે લોભી દેવો હોય છે તે સંસારી મનુષ્યનું ધન દાટેલું હોય ત્યાંથી સંહરે છે. લોભના સંબંધમાં સમરાદિત્યના જીવે ત્રીજા ભવમાં એક મુનિના ચરિત્રને સાંભળેલું છે. આ જીવ ધન માટે મનુષ્યપણામાં વહાણમાં ચઢ્યો, રણમાં રખડ્યો, લાજ છોડી નીચજનોની સેવા કરી, રાજ્યના રસથી લડતાં લડતાં જ મરણ પામ્યો. ૨
- આ જીવે સંસારમાં સાર તરીકે કંચન અને કામિનીને જ ગણી, તેમાં મુંઝાઈને નિરંજન એવા નાથના નામની એક પણ જપમાળા ન ગણી. હે પ્રભુ ! તમે હવે મારા ભાગ્ય મળ્યા છો, તેથી અવસર પામીને હું આ પાંચમા વ્રતને અંગીકાર કરું. અતિલોભ કરવાથી મમ્મણશેઠ નરકે ગયો, તેની કથા સાંભળી હું લોભથી પાછો હઠું. ૩
" આનંદ વગેરે શ્રાવકની જેમ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરે. અથવા ધન-ધાન્ય વગેરેનું પોતાની ઇચ્છા પ્રમાણે પ્રમાણ નક્કી કરે. પરિગ્રહના સામાન્યથી છે ભેદ (૧. ધન-ધાન્ય, ૨ રત્ન, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org