________________
૧ ૫૧
બારવ્રતની પૂજા
પંચમવ્રત છઠ્ઠી ધૂપપૂજા
દુહો અણુવ્રત પંચમ આદરી, પાંચ તજી અતિચાર; જિનવર ધૂપે પૂજીએ, ત્રિશલામાત મલ્હાર. ૧.
ઢાળ મનમોહનજી જગતાત, વાત સુણો જિનરાજજી રે, નવિ મળીયો આ સંસાર, તુમ સરિખો રે શ્રીનાથજી રે; કૃષ્ણગઢ ધૂપ દશાંગ, ઉખેવી કરું વિનતી રે, તૃષ્ણા તરુણી રસલીન, હું રઝળ્યો રે ચારે ગતિ રે; તિર્યંચ તરુના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પંચંદ્ધિ ફણિધર રૂપ, ધન દેખીને મમતા કરે રે. મન૦ ૧ સુર લોભી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે;
દુહાનો અર્થ- પાંચમું પરિગ્રહ પરિમાણરૂપ અણુવ્રત અંગીકાર કરી તેના પાંચ અતિચારો તજી ત્રિશલામાતાના નંદન વીર જિનેશ્વરની ધૂપ વડે પૂજા કરીએ. ૧.
ઢાળનો અર્થ છે મનમોહન જગધણી ! હે જિનરાજ ! મારી વાત સાંભળો. તમારા સરખો નાથ મને આ સંસારમાં મલ્યો નથી. કૃષ્ણાગરુ અને દશાંગધૂપ પ્રભુની પાસે કરીને હું વિનંતી કરું છું કે હે પ્રભુ! તૃષ્ણારૂપ સ્ત્રીના રસમાં લીન થઇને હું ચારે ગતિમાં ભમ્યો. તિર્યંચગતિમાં ધન ઉપર વૃક્ષના મૂળીયા રાખી હું રહ્યો. પંચેંદ્રિયમાં સર્પરૂપે થઇને ધન દેખીને મમતા કરી છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org