________________
૧૫૦
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
વ્રત સંભાળે પાપ પખાળે, સુર તસ વાંછિત સાધે; કલ્પતરુ ફળ દાયક એ વ્રત,જગજસ કીરતિ વાધે.મેરે૦૫. દશમે અંગે ખત્રીશ ઓપમ, શીલવતી વ્રત પાળી; નાથનિહાળીચરણેઆવ્યો,નેહનજરતુમભાળી.મેરે હાથી મુખસે દાણો નિકસે, કીડી કુટુંબ સહુ ખાવે; શ્રી શુભવી૨ જિનેશ્વર સાહિબ, શોભા અમ શિર પાવે. મેરે૦ ૬.
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેકં કુરુ, યેન દ્વં વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્ ૧.
ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા.
દશમા પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં બ્રહ્મચર્યને બત્રીશ ઉપમાઓ આપી છે. શીલવતી આ વ્રતનું પાલન કરી સુખ પામેલ છે. હે પ્રભુ ! હું આપની સ્નેહ નજર જોઇને આપને શરણે આવ્યો છું. હાથીના મુખમાંથી અનાજ ખાતાં ખાતાં જે દાણા ખરી પડે તે દાણા ખાઇને કીડીનું આખું કુટુંબ તૃપ્ત થઇ શકે છે. તેવી રીતે હે શુભવીર જિનેશ્વર સાહેબ ! આપ અમારા મસ્તકે બીરાજો કે જેથી અમે શોભા પામીએ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org