________________
- અંતરાય કર્મ નિવારણ પૂજા
૨ ૨પ
ઢાળ
જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહો રે, કહેતાં નવિ આણો લાજ, કર જોડીને આગળ રહો રે. જ૦ ૧. જિનપૂજાનો અંતરાય, આગમ લોપી નિંદા ભજી રે , વિપરીત પ્રરૂપણા થાય, દીનતણી કરુણા તજી રે. જ૦ ૨ તપસી ન નમ્યા અણગાર, જીવતણી મેં હિંસા સજી રે, નવિ મળિયો આ સંસાર, તુમ સરિખો રે શ્રી નાથજી રે. ૪૦ ૩. રાંક ઉપર કીધો કોપ, માઠાં કર્મ પ્રકાશિયાં રે, ધરમમારગનો લોપ, પરમારથ કેતાં હાંસિયા રે. ૪૦ ૪.
ઢાળનો અર્થ - પ્રભુની જળપૂજા કરી તેમની આગળ આપણી પોતાની વીતેલી વાતો કહો. કહેતાં જરા ય લજ્જા લાવશો નહિ. બે હાથ જોડી પ્રભુ આગળ ઉભા રહી કહો. ૧.
હવે અંતરાયકર્મના બંધહેતુઓ કહે છે:- જિનેશ્વરની પૂજામાં અંતરાય કર્યો, આગમશાસ્ત્ર લોપ્યા, પારકી નિંદા કરી, વિપરીત પ્રરૂપણાઓ કરી, દીન ઉપરની દયા તજી, તપસ્વી મુનિને નમ્યા નહિ, જીવોની હિંસા કરી. હે પરમાત્મા ! તમારા જેવો નાથ આ સંસારમાં મને મળ્યો નહિ તેનું આ પરિણામ છે. ૨-૩
તેમજ ગરીબ ઉપર કોપ કર્યો, કોઇના માઠાં કર્મો પ્રકાશિત કર્યા, ધર્મમાર્ગનો લોપ કર્યો, પરમાર્થની વાતો કરનારની હાંસી કરી. ૪.
૧૫. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org