________________
૨૨૬
શ્રી પૂજા સંગ્રહ સાથે ભણતાને કર્યો અંતરાય, દાન દયતા વારિયાં રે, ગીતારથને ફેલાય, જૂઠ બોલી ધન ચોરીયાં રે. ૫. નર પશુઆ બાળક દીન, ભૂખ્યાં રાખી આપે જમ્યો રે; ધર્મવેળાએ બળહીન, પરદારાશું રંગે રમ્યો રે. જ0 ૬. કૂડે કાગળિયે વ્યાપાર, થાપણ રાખીને ઓળવી રે; વેચ્યાં પરદેશ મોઝાર, બાળકુમારિકા ભોળવી રે. જ0 ૭. પંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે; અંતરાયકરમ એમ કીધ, તે સવિ જાણો છો જગધણી રે. જ0 ૮. જળે પૂજતી દ્વિજનારી, સોમસિરિ મુગતિ વરી રે; શુભવીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે. ૪૦ ૯.
ભણનારાઓને ભણવા-ભણાવવામાં અંતરાય કર્યો, દાન આપનારાઓને અટકાવ્યા, ગીતાર્થ પુરુષોની હીલના કરી-નિંદા કરી, જુઠું બોલી પારકાનું દ્રવ્ય રાખ્યું. ૫ - માણસ (ચાકર), પશુ, બાળક અને દીનજનોને ભૂખ્યા રાખી પોતે જમ્યો. ધર્મ કરતી વખતે બળહીન થયો. પરસ્ત્રી સાથે આનંદથી રમ્યો. ૬
ખોટા કાગળો (હુંડીઓ) લખી વ્યાપાર કર્યો, પારકી થાપણ રાખીને ઓળવી, બાળકો અને કુમારિકાઓને ભોળવી પરદેશમાં વેચ્યા. ૭
પોપટને પાંજરામાં પૂર્યા, હે સ્વામી ! હું કેટલી વાત કહું? મેં આવી રીતે અનેક પ્રકારે અંતરાયકર્મ બાંધ્યું છે. હે જગતના ધણી! આપ તે સર્વ જાણો છો. ૮
પ્રભુની જળપૂજા કરવાથી સોમશ્રી બ્રાહ્મણી મુક્તિપદ પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org