________________
શ્રી પૂજા સંગ્રહ સાથે યોજન એક અશુચિ ટાળી રે. સખી!૪. ઉર્ધ્વલોકની આઠ કુમારી,
વરસાવે જળ કુસુમાલી રે; સખી ! પૂર્વરુચક આઠ દર્પણ ધરતી, - દક્ષિણની અા કળશાલી રે. સખીઓ! ૫. અડ પશ્ચિમની પંખા ધરતી,
ઉત્તમ આઠ ચામરધારી રે; સખી ! વિદિશિની ચઉ દીપક ધરતી,
ચકદ્વીપની ચઉ બાળી રે. સખીઓ!૬. કેળતણા ઘર ત્રણ કરીને,
મર્દન સ્નાન અલંકારી રે; સખી ! સૂતિકાઘર બનાવે છે ઉર્ધ્વલોકની આઠ કુમારી આવીને સુગંધી જળ અને સુગંધી પુષ્પોની પુષ્ટિ કરે છે. પૂર્વચકની આઠ કુમારીઓ હાથમાં દર્પણ ધરે છે, દક્ષિણ ચકની આઠ કુમારિકાઓ હાથમાં પૂર્ણ કળશ લઈ ઉભી રહે છે. પશ્ચિમ રુચકની આઠ કુમારિકાઓ હાથમાં પંખો લઈ ઉભી રહે છે. ઉત્તર રુચકની આઠ કુમારિકાઓ ચામર લઈ ઉભી રહે છે. ચકદ્વીપની વિદિશામાં રહેનારી ચાર કુમારિકાઓ આવી ચારે વિદિશામાં હાથમાં દીપક લઈ ઉભી રહે છે. ચકીપમાં નીચેના ભાગમાં રહેનારી ચાર કુમારિકાઓ આવી પ્રસૂતિઘરની બાજુમાં કેળના ત્રણ ઘર બનાવે છે, પ્રથમ ઘરમાં માતા તથા પ્રભુને લાવી તેલ વગેરેનું મર્દન કરે છે. બીજા ઘરમાં ઉત્તમ જળવડે સ્નાન કરાવે છે, ત્રીજા ઘરમાં લઈ જઈ ઉત્તમ વસ્ત્રાલંકારો પહેરાવે છે. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org